::::: અગત્ય ની સુચનાઓ :::::


 • ઓનલાઇન એપ્લિકેશન કરતાં પહેલાં ઉમેદવારે GSET ની વેબસાઇટ પર આપેલ નોટીફીકેશન (જાહેરનામું) તથા દૈનિક સમાચારપત્રો અને એમ્પ્લોયમેન્ટ ન્યુઝમાં પ્રકાશિત જાહેરાતનો બરાબર અભ્યાસ કરી લેવો.
 • ઓનલાઇન એપ્લિકેશન કરતાં પહેલાં ઉમેદવારે વેબસાઇટ પર આપેલ પરીક્ષા માટેની પાત્રતાના માપદંડો - "Eligibility Crieteria" નો ધ્યાનપૂર્વક અભ્યાસ કરવો અને પોતે પરીક્ષા આપવા માટે યોગ્ય શૈક્ષણિક લાયકાત ધારાવે છે તેની ખાતરી કરી લેવી. એપ્લીકેશન ફોર્મ માત્ર Gujarat SET ની વેબસાઇટ http://www.gujaratset.in પરથી ઓનલાઇન જ ભરી શકાશે.
 • GSET પરીક્ષા માટે આવશ્યક ફી ભરવી(પગલું-૧) અને ઓનલાઇન રજીસ્ટ્રેશન કરવું (પગલું-૨), બંને ફરજીયાત છે. અન્ય કોઈપણ રીતે કરેલ અરજી સ્વીકારવામાં આવશે નહી. GSET એજન્સી દ્વારા એપ્લિકેશન ફોર્મ પ્રિન્ટ (હાર્ડ કોપી)માં પણ સ્વીકારવામાં આવશે નહીં. ઉમેદવારે ખાસ ધ્યાનમાં રાખવાનું કે મની ઓર્ડર, ડીમાન્ડ ડ્રાફ્ટ , ચેક, પે ઓર્ડર કે ઇંડીયન પોસ્ટલ ઓર્ડર દ્વારા ભરેલી ફી સ્વીકારવામાં આવશે નહીં.
 • એપ્લિકેશન ફોર્મ જાહેરનામામાં પ્રસિધ્ધ થયેલ ધારાધોરણો અનુસાર સંપૂર્ણ હોવું જોઇએ. તમામ અધૂરાં / અપૂર્ણ એપ્લિકેશન ફોર્મ રદ કરવામાં આવશે. ઉમેદવારના વિષય કે કેટેગરીમાં ફેરફાર અંગેની કોઈપણ અરજી ધ્યાનમાં લેવામાં આવશે નહી તથા પરીણામ જાહેર થયા બાદ પણ ઉમેદવારના વિષય કે કેટેગરીમાં ફેરફાર અંગેની કોઈપણ અરજી ધ્યાનમાં લેવામાં આવશે નહી.
 • GSET પરીક્ષા માટે અનામત નીતિ ગુજરાત સરકારના જણાવ્યા અનુસાર રહેશે. અનુસૂચિત જાતિ (SC)) / અનુસૂચિત જનજાતિ (ST) / શારીરિક વિકલાંગ (PH) / દૃશ્યાત્મક વિકલાંગ (VH) / સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ (SEBC) નોન ક્રિમીલેયર / General-EWS, ના ગુજરાત રાજ્યના ઉમેદવારોને ગુજરાત સેટ એજન્સીના નિર્ણય અનુસાર છૂટછાટ આપવામાં આવશે. ગુજરાત રાજ્યના SEBC ઉમેદવારો પાસેથી કેન્દ્ર સરકારના OBC પ્રમાણપત્ર સ્વીકાર્ય નથી.
 • અન્ય રાજ્ય ના અનામત વર્ગના ઉમેદવારો , એટલે કે ગુજરાત રાજ્ય સિવાયના અનામત વર્ગના ઉમેદવારો, ને General કેટેગરીના ઉમેદવાર ગણવામાં આવશે.
 • ઉમેદવારે ભવિષ્યના ઉપયોગ માટે ઓનલાઇન એપ્લિકેશન ફોર્મની પ્રિન્ટ કોપી રાખી મૂકવી. કારણકે આ માહિતી પરીણામ જાહેર થયા બાદ પણ GSET એજન્સી દ્વારા કોઈપણ સંજોગોમાં આપવામાં આવશે નહી.
 • ઉમેદવારો એ બાબતની નોંધ લેવી કે GSETમાં ઉત્તીર્ણ થયા પહેલાં ઓનલાઇન એપ્લીકેશન ફોર્મની પ્રિન્ટ કોપી, બેંક ચલણ કે અન્ય કોઈપણ પ્રમાણપત્ર ગુજરાત સ્ટેટ એલિજીબીલિટી ટેસ્ટ , વડોદરા ખાતે મોકલવું નહીં.
 • ઉમેદવાર GSET ની પરીક્ષામાં ઉત્તીર્ણ થાય તે સંજોગોમાં, એપ્લીકેશન ફોર્મની એક કોપી, ફી ભર્યાની પાવતી અને પરીક્ષાની હોલ ટિકીટ સાથે શૈક્ષણીક લાયકાત અને કેટેગરીને લાગતા દસ્તાવેજો, ગુણ પત્રકો, પ્રમાણપત્રો વિગેરે.. ફરજીયાત રજૂ કરવાનાં રહેશે. આથી ઉપર જણાવેલ તમામ દસ્તાવેજો સાચવીને રાખવા એ ઉમેદવારના પોતાના હિતમાં છે.
 • અંતિમ તારીખ બાદ ઓનલાઇન એપ્લિકેશન અને પરીક્ષા ફી કોઈપણ સંજોગોમાં ભરી શકાશે નહીં.
 • ઉમેદવારો પોતાની અરજીની સ્થીતી વિષેની માહિતી GSETની વેબસાઇટ www.gujaratset.in પર ઓનલાઈન લઈ શકશે. GSET એજન્સી દ્વારા પરીક્ષા આપવા માટે અંતિમપણે સ્વીકારાયેલા ઉમેદવારોની યાદી, અરજી પત્રક જમા કરાવવા માટે નિયત કરેલ અંતિમ તારીખનાં ૧૦ દિવસ બાદ વેબસાઇટ પર મૂકવામાં આવશે. ઉમેદવારોને આ યાદીમાં પોતાનું નામ ન હોવા સહિત પોતાની વિગત અથવા અન્ય કોઈપણ વિસંગતતા જણાય તો તેઓ આ યાદી જાહેર થયાના ૫ દિવસની અંદર GSETના ઈમેઈલ: gujaratset@gmail.com પર GSET ઓફીસ, વડોદરા નો સંપર્ક કરી શકશે.
 • ઉમેદવાર એ બાબત ખાસ ધ્યાનમાં રાખે કે તેમની GSET પરીક્ષા માટે ઉમેદવારી કામચલાઉ ગણાશે. માત્ર એ હકીકત છે કે GSET એજન્સી દ્વારા તેના / તેણીના ઓનલાઇન અરજી ફોર્મ અને પરીક્ષા ફી સ્વીકારવામાં આવે અને હોલ ટિકિટ જારી કરવામાં આવે એ એમ સૂચિત નથી થતુ કે તેમની ઉમેદવારી કાયમી ધોરણે માન્ય કરવામાં આવી છે . GSET પરીક્ષાનું પરિણામ જાહેર થયા પછી તેઓ પરીક્ષામાં ઉત્તીર્ણ થાય તે પછી જ તેમની અરજીમાં દર્શાવેલ પરીક્ષા માટેની લાયકાત પુરવાર કરનારા તમામ પ્રકારના પ્રમાણપત્રો તથા દસ્તાવેજોની ચકાસણી કર્યા બાદ જ અંતિમ માનવામાં આવશે આવશે. જો કોઇ કારણસર, કોઇપણ સ્થાને અયોગ્ય કે વાંધાજનક બાબત(બિન ઇરાદાર્વક થયેલી કમ્પ્યુટર કે પ્રિન્ટરની ભુલ સહિત ) જણાશે તો GSET દ્વારા તે ઉમેદવારને અનુત્તિર્ણ ( not-qualified ) જાહેર કરી અને GSET પ્રમાણપત્ર પરત લઇ લેવામાં આવશે.
 • GSET કોઇપણ કારણ આપ્યા વિના પરીક્ષાનું કેન્દ્ર કે પરીક્ષાની તારીખમાં ફેરફાર કરી શકે છે.
 • પરીક્ષા તારીખના સાત દિવસ પહેલાં એક્ઝામિનેશન હોલ ટિકિટ GSETની વેબસાઇટ www.gujaratset.in પર ઓનલાઈન અપલોડ કરવામાં આવશે. ઉમેદવારે એક્ઝામિનેશન હોલ ટિકિટ ડાઉનલોડ અને પ્રિન્ટ આઉટ કરી લેવાની રહેશે. કોઇપણ ઉમેદવારને એક્ઝામિનેશન હોલ ટિકિટ ટપાલ દ્વારા મોકલવામાં આવશે નહીં. જો આપની એક્ઝામિનેશન હોલ ટિકિટમાં તમારો ફોટોગ્રાફ ઝાંખો કે સારી રીતે ન દેખાતો હોય તો તમારે યોગ્ય જગ્યા પર ફોટો લગાવી તેની ઉપર માન્ય અધિકારીના સહી સિક્કા કરાવી લેવા.
 • એક્ઝામિનેશન હોલ ટિકિટ વગર ઉમેદવારને પરીક્ષાખંડમાં પ્રવેશ મળશે નહીં.
 • ઉમેદવારે એક્ઝામિનેશન હોલ ટિકિટમાં દર્શાવેલ વિગતો જેમ કે આપનું નામ, વિષય, કેન્દ્ર અંગેની વિગતો વગેરે. બરાબર છપાયેલ છે કે કેમ તેની ખાતરી કરી લેવી. જો કોઇ માહિતી અંગે ભુલ જોવા મળે તો તરત જ Gujarat SET ને ઈમેઈલ: gujaratset@gmail.com દ્વારા લેખીત જાણ કરવી અને સુધારો કરાવી લેવો. ઉમેદવાર જો તેમ નહીં કરે તો અંગે કોઇપણ સુધારો કરવા તેમજ તેને કારણે ઉમેદવારને કોઇ નુકશાન થાય તો તે માટે GSET એજન્સી જવાબદાર રહેશે નહીં.
 • દરેક ઉમેદવારને તેમની એક્ઝામિનેશન હોલ ટિકિટમાં દર્શાવેલ પરીક્ષા કેન્દ્ર / સ્થળ વિષે અગાઉથી બરાબર માહિતી મેળવી લેવા વિનંતી કરવામાં આવે છે. ઉમેદવારની એક્ઝામિનેશન હોલ ટિકિટમાં દર્શાવેલ પરીક્ષા કેન્દ્ર / સ્થળ સિવાયના અન્ય કોઈપણ પરીક્ષા કેન્દ્ર / સ્થળ પર પરીક્ષા આપવા કોઈપણ ઉમેદવારને પરવાનગી આપવામાં આવશે નહીં.
 • ઉમેદવારે પરીક્ષાના દિવસે પરીક્ષા ખંડમાં એક્ઝામિનેશન હોલ ટિકિટ તથા એક વધારાનું ફોટો ઓળખપત્ર જેમ કે, ઉમેદવાર નું ડ્રાઇવીંગ લાયસન્સ, કોલેજ / યુનિવર્સિટી નું ઓળખપત્ર, ચૂંટણી કાર્ડ અથવા PAN કાર્ડ વગેરે.પોતાની સાથે રાખવું. GSET એજન્સીએ એક્ઝામિનેશન હૉલ ટિકિટ જારી ન કરેલ હોય તેવા કોઈપણ ઉમેદવારને પરીક્ષા આપવા દેવામાં આવશે નહીં.
 • નોંધ લેશો કે અરજીનું કન્ફર્મેશન મેળવવાની, હોલ ટિકીટ ડાઉનલોડ કરવાની અને બેઠક વ્યવસ્થા / પરીક્ષા સ્થળ વિષેની જાણકારી GSETની વેબસાઇટ પરથી નોંધી લેવાની જવાબદારી માત્ર ને માત્ર ઉમેદવારની પોતાની રહેશે. GSET એજન્સી આ બાબતે કોઈપણ રીતે જવાબદાર રહેશે નહી.
 • GSETની પરીક્ષા દરમ્યાન કોઈપણ પ્રકારની ગેરરીતિ ન થાય અને પરીક્ષાના સંતોષકારક આયોજન અર્થે પરીક્ષા કેન્દ્ર / સ્થળના મુખ્ય પ્રવેશદ્વાર આગળ ઉમેદવારોની સઘન ચકાસણી કરવામાં આવશે. દરેક ઉમેદવારે આ માટે પરીક્ષા શરૂ થવાની ૬૦ મિનિટ પહેલાં પરીક્ષા કેન્દ્ર / સ્થળ પર હાજર થઈ જવું અને આ ચકાસણીમાં નિરીક્ષકો તથા અન્ય પરીક્ષાકર્મીઓને સહકાર આપવો. પરીક્ષા શરૂ થઈ ગયા બાદ કોઈપણ ઉમેદવારને પરીક્ષા કેન્દ્ર / પરીક્ષાખંડમાં પ્રવેશવા દેવામાં આવશે નહીં. ૧૨:૩૦ P.M. પહેલાં કોઈપણ ઉમેદવારને કોઈપણ સંજોગોમાં પરીક્ષા કેન્દ્ર / પરીક્ષાખંડમાંથી બહાર જવા દેવા કે પરીક્ષા કેન્દ્ર / પરીક્ષાખંડ છોડી જવા પરવાનગી આપવામાં આવશે નહીં.
 • ઉમેદવારોને પરીક્ષા કેન્દ્રની અંદર કોઈપણ સામાન લઈ જવાની મંજૂરી નથી. GSET એજન્સી પરીક્ષા કેન્દ્રમાંથી ચોરી થયેલી અથવા ખોવાયેલી કોઈપણ ચીજો માટે જવાબદાર રહેશે નહીં.
 • પરીક્ષાખંડમાં ઉમેદવારોને કોઈપણ પાઠ્ય સામગ્રી, કેલ્ક્યુલેટર, ડોક્યુ પેન, સ્લાઇડ રૂલ્સ, લોગ ટેબલ અને ઇલેક્ટ્રોનિક ઘડિયાળો કેલ્ક્યુલેટર, મુદ્રિત અથવા લેખિત સામગ્રી, કાગળોની કાપલી, મોબાઇલ ફોન, બ્લુ-ટૂથ ડિવાઇસીસ, પેજર અથવા કોઈપણ અન્ય ઇલેક્ટ્રોનિક ગેજેટ / ઉપકરણ વગેરે. વહન કરવાની મંજૂરી નથી.
 • ઉમેદવારોને પરીક્ષા ખંડ / હોલમાં કોઈપણ પ્રકારનાં ઇલેક્ટ્રોનિક ગેજેટ્સ / ઉપકરણ લાવવાની પ્રતિબંધિત છે.પરીક્ષા કેન્દ્ર / પરીક્ષાખંડમાં જો કોઈ ઉમેદવાર પાસે આ પ્રકારની કોઈપણ વસ્તુ મળી આવશે તો વસ્તુઓ / સામગ્રી કબજે કરવામાં આવશે તથા તે ઉમેદવારે પરીક્ષામાં ગેરરીતિ આચરી છે એમ ગણવામાં આવશે તથા તેની ઉમેદવારી રદ તરીકે ગણવામાં આવશે અને ભવિષ્યની પરીક્ષા માટે પણ પ્રતિબંધિત કરવામાં આવશે.
 • દરેક ઉમેદવારે પરીક્ષાખંડમાં નિરીક્ષક દ્વારા આપવામાં આવતી તમામ સૂચનાઓનું પાલન કરવાનું રહેશે અને નિરીક્ષક કે પરીક્ષાની અન્ય કામગીરી કરી રહેલ પરીક્ષાકર્મી સાથે કોઈપણ પ્રકારની દલીલ કે તકરાર કરવી નહીં. સૂચનાઓનું પાલન ન કરનાર ઉમેદવારે પરીક્ષામાં ગેરરીતિ આચરી છે એમ ગણવામાં આવશે અને તેમનું પરીણામ જાહેર કરવામાં આવશે નહીં.
 • પરિક્ષાખંડમાં પરીક્ષા દરમ્યાન ઉમેદવારે અન્ય ઉમેદવારો સાથે વાતચીત કરવી નહીં કે અન્ય કોઈપણ બાબત અંગે ચર્ચા કરવી નહીં. ઉમેદવારે પરીક્ષા દરમ્યાન પરીક્ષાખંડમાં સંપૂર્ણ શાંતિ જાળવી રાખવી તથા અન્ય ઉમેદવારોને હેરાનગતિ / કનડગત કરવી નહીં. આમ કરનાર ઉમેદવારે પરીક્ષામાં ગેરરીતિ આચરી છે એમ ગણવામાં આવશે અને તેમનું પરીણામ જાહેર કરવામાં આવશે નહીં.
 • દૃશ્યાત્મક વિકલાંગ (VH - Visually Handicaped) ઉમેદવારો માટે પેપર - ૧ માટે અલગથી ૨૦ મિનિટનો અને પેપર - ૨ માટે ૪૦ મિનિટનો વધારનો સમય આપવામાં આવશે. દૃશ્યાત્મક વિકલાંગ ઉમેદવારોને પરીક્ષામાં લહિયાની(રાઇટર) સુવિધા આપવામાં આવશે. લહિયો(રાઇટર) કોઇપણ વિદ્યાશાખામાં સ્નાતક હશે અને ઉમેદવારના વિષયનો નહી હોય.
 • દૃશ્યાત્મક વિકલાંગ (VH - Visually Handicaped) ઉમેદવારો માટે બ્રેઇલમાં પ્રશ્ન પુસ્તિકાઓની કોઈ જોગવાઈ નથી.
 • જાતે પોતાના હાથે ન લખી શકે એવા શારીરિક વિકલાંગ ઉમેદવારો (PH - Physically Handicapped ) ને પણ ઉપર મુજબના લહિયાની સુવિધા આપવામાં આવશે. વધારાનો સમય કે લહિયાની સુવિધા અન્ય શારીરિક વિકલાંગ ઉમેદવારોને આપવામાં આવશે નહીં. લહિયા(રાઇટર)ની સુવિધા મેળવવા માટે દૃશ્યાત્મક વિકલાંગ ઉમેદવાર(VH - Visually Handicaped) / શારીરિક વિકલાંગ ઉમેદવાર (PH - Physically Handicapped )એ યોગ્ય રીતે એપ્લિકેશન ફોર્મ ભરવું.
 • GSET પરીક્ષાનું પરિણામ તૈયાર કરતાં પહેલાં તમામ પ્રશ્નપત્રોની પ્રોવિજનલ આન્સર - કી GSET ની વેબસાઇટ : www.gujaratset.in પર અપલોડ કરવામાં આવશે. GSETની પરીક્ષા આપેલ હોય એ ઉમેદવારો જ આન્સર - કી ડાઉનલોડ કરી શકશે.
 • ઉમેદવારોને પ્રોવિઝનલ આન્સર કી સામે પડકાર કરવાની તક આપવામાં આવશે જેના માટે તેમણે પ્રશ્ન દીઠ રૂ.૧૦૦૦/- પ્રોસેસિંગ ચાર્જ તરીકે ચૂકવવાનો રહેશે. ઉમેદવાર આન્સર - કી માટેનો પોતાનો અભિપ્રાય લેખિત સ્વરૂપે યોગ્ય પ્રમાણભૂત પુસ્તકો / સાહિત્ય તથા પ્રશ્ન દીઠ રૂ. ૧૦૦૦/- (પ્રતિ પ્રશ્ન)ના "Member Secretary, GSET" ના નામના વડોદરા દેય ડિમાન્ડ ડ્રાફ્ટ સહિત, મેમ્બર સેક્રેટરી, ગુજરાત સ્ટેટ એલિજીબીલીટી ટેસ્ટ (GSET), ધ મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી ઓફ બરોડા, B - બ્લોક, ”ચમેલી બાગ”, યુનિવર્સિટી ગેસ્ટ હાઉસ પાસે, પ્રા. સી. સી. મેહતા રોડ રોડ , પ્રતાપગંજ, વડોદરા - ૩૯૦ ૦૦૨ ને આન્સર - કી સામે વાંધા અરજી કરવાની નિયત સમય મર્યાદામાં મોકલાવી શકશે. વાંધા અરજીના એન્વેલોપ પર "Grievance Regarding Answer Key(s) of GSET Examination" મથાળું મારવું. ઉમેદવારોએ મોકલેલા અભિપ્રાયોને નિષ્ણાતોની સમિતિ સમક્ષ રજૂ કરવામાં આવશે. આન્સર - કી સામેના તમામ વાંધાઓના સ્વીકાર અંગે GSET એજન્સીનો નિર્ણય અંતિમ રહેશે અને તે મુજબ તૈયાર કરેલ અંતિમ આન્સર - કી ના આધારે GSET પરીક્ષાનું અંતિમ પરિણામ તૈયાર કરવામાં આવશે.
 • GSET પરીક્ષાનું પરીણામ જાહેર કર્યા પછી તુરંત તમામ ઉમેદવારોના GSETની પરીક્ષામાં મેળવેલ ગુણ GSET ની વેબસાઇટ : www.gujaratset.in પર અપલોડ કરવામાં આવશે. આ સિવાય કોઇ પણ પાસ કે નાપાસ થનાર ઉમેદવાર ને કોઇપણ પ્રકારનું ગુણપત્રક આપવામાં આવશે નહીં.
 • GSET એજન્સી ઉત્તીર્ણ થયેલા ઉમેદવારોને માત્ર ઈ - પ્રમાણપત્ર એનાયત કરશે. કોઇપણ સફળ ઉમેદવારને પ્રમાણપત્રની છપાયેલ / હાર્ડ કૉપિ મોકલવામાં નહીં આવે.
 • GSET પરીક્ષાનું પરિણામ જાહેર થયા બાદ આન્સર - કી સામેનો કોઇપણ વાંધો કોઈપણ સંજોગોમાં ધ્યાનમાં લેવામાં આવશે નહીં.
 • ઉમેદવારોને પરીક્ષામાં હાજર રહેવા વિગેરે... માટે કોઇપણ મુસાફરી ભથ્થું આપવામાં આવશે નહીં.
 • ખોટા જવાબ માટે નકારાત્મક ગુણમૂલ્યાંકન પદ્ધતિ અમલ માં નથી.
 • ફી તથા લાગુ પડતી પ્રોસેસિંગ ફી વિગેરે.. એકવાર ભરાઇ ગયા પછી કોઇપણ સંજોગોમાં પરત મળશે નહીં.
 • GSET પરીક્ષામાં પુન: મુલ્યાંકનની જોગવાઈ નથી.
 • પરીક્ષા આપ્યા પહેલાં કે પછી કોઇપણ પ્રકારની લાગવગ લગાડનાર ઉમેદવારને અયોગ્ય જાહેર કરવામાં આવશે.
 • દરેક બાબતમાં નિર્ણય લેવાની આખરી સત્તા GSET એજન્સી ની રહેશે.
 • આ પરીક્ષા સંદર્ભે કોઇપણ કાયદાકીય વાંધાઓ વડોદરાની સીમામાં જ રહેશે.


તાજેતરના સમાચાર

હેલ્પ લાઇન
gujaratset@gmail.com